જાહેરસભા:આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાષ્ટ્રીયવાદ સામે આતંકવાદ વિરુદ્ધની રહેશે : યોગી આદિત્યનાથ

હળવદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ ધ્રાંગધ્રાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રીની સભા યોજાઈ
  • ​​​​​​​ચૂંટણીના 8 દિવસ પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આપ એડી-ચોટીનું જોર લગાવવામાં વ્યસ્ત

હળવદ ધાંગધ્રા વિધાનસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા હળવદની હરીદર્શન હોટલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હળવદ ધાંગધ્રાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પર યોગીએ આકરા પ્રહારો કર્યા હતા.

વિધાનસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા હળવદ ધાંગધ્રાની સીટ કબજે કરવા માટે ‌ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ત્યારે હળવદ ધાંગધ્રા ની સીટ કબજે કરવા રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. હળવદ ધાંગધ્રાના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં હળવદના માળી દર્શન હોટલના ગ્રાઉન્ડ પાસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભાનું આયોજન કરાયું હતુ.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણી રાષ્ટ્રીયવાદ સામે આતંકવાદ વિરુદ્ધની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીઓ આ સંતોની સ્વતંત્ર સેનાને રાષ્ટ્રીય નાયકની ધરતી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી અમૃત મહોત્સવ જેવા કાર્યક્રમો કરી ઘર ઘર તિરંગા ભારતના દરેક નાગરિકો સંગઠનનો સંદેશો આપ્યો હતો. 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારમાં આંતકવાદ ત્રાસ હતો. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારે તમામને સમાપ્ત કર્યા હતા અને ગુજરાતના વિકાસનું મોડલમાં બનાવ્યું હતું.

500 વર્ષથી અયોધ્યા મંદિરનું કાર્ય અધૂર હતું તે ભાજપ સરકારે પૂર્ણ કર્યું હતું. આમ ભારતના વડાપ્રધાન ગુજરાતની એક કાયાપલટ કરી છે ત્યારે ગુજરાતના વિકાસના કાર્ય કરે છે, ભાજપની સરકાર ગુજરાતની જનતા માટે યોગદાન આપ્યું છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...