તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હળવદ શહેરના જાનીફળીમાં બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી

હળવદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાના 10થી 12 તોલા દાગીના, રોકડ રકમ લઈ ગયા

હળવદ શહેરના જાની ફળીમા ચોરોએ બંધ ઘરને નિશાન બનાવી સોનાના દાગીની ચોરી કરી હોવાની ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. હળવદ કોર્ટમાં સિનિયર ક્લાર્કની ફરજ બજાવતાં અને શહેરના જાની ફળી વિસ્તારમાં રહેતા યોગેશસિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થતાં તેઓ પરિવાર સાથે તેઓના વતન રાજસ્થાન ગયા હતા.

સ્વસ્થ થયા બાદ પરિવાર સાથે હળવદ પોતાના ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થયાનું સામે આવ્યું હતું. જેમાં તસ્કરોએ રહેણાંક મકાનમાં રહેલ સોનાના 10 થી 12 તોલા દાગીના અને પુત્ર દ્વારા બે વર્ષથી બચત કરેલ ગલ્લાની ચોરી થયાની પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...