તંત્રની બેદરકારી:હળવદના યુવકે માત્ર એક ડોઝ લીધો હતો અને બંને ડોઝનું સર્ટિ. બની ગયું

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા એક યુવાનને પણ બંને ડોઝનું સર્ટિ. મળ્યું

હળવદ તાલુકાના માથક ગામના એક યુવકને નીચી માંડલના આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો સાથે તેનું ઓનલાઈન સર્ટિફિકેટ પણ બની ગયું હતું. ખરેખર યુવકે માત્ર એક ડોઝ જ લીધો હતો આવી જ એક ઘટના ફરી હળવદ શહેરમાં સામે આવી છે.

હળવદના મયુરનગર પીએચસીમાંથી રવિભાઈ પટેલ નામના 32 વર્ષના યુવકને પણ વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં મેસેજ આવ્યો હતો. જ્યારે પ્રમુખ સ્વામી નગરમાં રહેતા રવિ પટેલે ઘરે જ વેક્સિનેસનનો ડોઝ લીધો હતો. અને મયુરનગર પીએચસીમાંથી જ ગત 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમ ડોઝ લીધો હતો. બીજો ડોઝ લેવાનો પણ સમય આવી ગયો હતો.

જોકે તે આરોગ્ય કેન્દ્રમાંથી રસી લેવા આવે તેવા મેસેજની રાહ જોઈ રહ્યા હતા. પણ તેઓને બીજો ડોઝ લાગી ગયો હોવાનો મેસેજ અને વેક્સીન સર્ટિફિકેટ આવી જતા તે પણ આશ્ચર્યમાં પડી ગયો હતો. જિલ્લામાં આ રીતે વેક્સિન લીધી હોવા છતાં જે રીતે ખોટા મેસેજ અને સર્ટિફિકેટ બની રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...