હળવદ તાલુકાના ચરાડાવા ગામે સ્વામિનારાયણ મંદિરની પાછળની શેરીમાં બંધ મકાનમાં 2-3 ત્રણ વ્યક્તિ ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા. જેમાં 2 વ્યક્તિ નાસી છૂટ્યા હતા અને 1 શંકાસ્પદ વ્યક્તિને ગામલોકોએ રંગેહાથે ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. ગામ લોકોએ રોષે ભરાઇને પોલીસની ગાડી રોકી હતી. જ્યાં સુધી અન્ય ચોરને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ગાડી નહીં જવા દઈય અને ગામમાં પોલીસ ચોકી બનાવવાની ગ્રામજનોની માંગ કરી હતી.
પોલીસે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. હળવદ તાલુકાના તાલુકાના ચરાડાવા ગામે સ્વામિનારાયણ મંદિરની પાછળની શેરીમાં બંધ મકાનમાં 2થી 3 અજાણ્યા શખસ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ગ્રામજનોએ ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. જેમાંથી 1 શંકાસ્પદ શખસને પોલીસ ગામજનોએ ઝડપી પાડીને આખું ગામ ભેગું થઈ ગયું હતું અને ચરાડવા ગામમાં જ્યાં જાઓ ત્યાં રસ્તા ચક્કાજામ થઈ ગયો હતો.
પીઆઇ એમ.બી.પટેલને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને ગ્રામજનોએ પોલીસને કાર પણ રોકી રાખી હતી. ત્યારે હળવદ તાલુકાના બેડવા ગામે ગામ આખું એકઠું થયું હતું. ત્યારે મોરબી એલસીબી, એસઓજી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે અન્ય ચોરને ઝડપી પાડવા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરો તેમજ ગામમાં પોલીસ ચોકી બનાવવાની માગ કરી હતી. પરંતુ પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.