હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર સભામાં રણછોડગઢ ગામના સરપંચ સહિતના લોકો ગયા હતા. વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ પહેલા રણછોડગઢમાં પીવાના પાણીની સગવડ કરાવો તેવી લોકોએ રજૂઆત કરતા થોડીવાર માટે મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો.
હળવદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલું રણછોડગઢ ગામના લોકો છેલ્લા 20 વર્ષથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં પાણી મુખ્ય સમસ્યા છે. સાથે સાથે રસ્તાથી વંચિત છે. પાણી માટે 20 વર્ષથી અનેક વખત રજૂઆતો કરી છે. પણ હજુ સુધી કોઈ પણ પક્ષે સમસ્યા દૂર કરી નથી. પાણી માટે 20 વર્ષથી સંસદ સભ્ય અને ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ ગામલોકોના પ્રશ્નો ઉકેલાયા નથી.
આથી પહેલા પાણી આપો પછી મત માગવા આવજો, તેવી હળવદ તાલુકાના રણછોડગઢ ગામના ગ્રામજનોની માંગણી કરી હતી. ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના પ્રચાર દરમિયાન ઉધડો લેવાયો હતો. ખુદ ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ કહ્યું કે 20 વર્ષમાં અગાઉના ધારાસભ્યએ કાઈ નથી કર્યું. રણછોડગઢના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.