હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં ઘણા રસ્તાઓ બિસ્માર અને જર્જરિત હાલતમાં જોવા મળે છે, ત્યારે હળવદ તાલુકાના સુંદરીભવાનીથી સરા જવાનો રસ્તો ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકોને અને ગામલોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. હળવદના છેવાડાના અમુક ગામોમાં રસ્તા જર્જરીત, બિસ્માર હાલતમાં હોવાની બુમરાણ હળવદ તાલુકાની પ્રજામાંથી ઉઠવા પામી છે, ત્યારે હળવદ તાલુકાના સુંદરીભવાનીથી સરા જવાનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકાના માથક સરંભડા, સુંદરીભવાની, આંબરડી સહિતના ચાર ગામોના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી તેના કારણે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮ને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે પણ ચાલકોને પણ ભારે મુસીબત પડે છે. સુંદરી ભવાનીથી સરા દર્દીઓને હોસ્પિટલ જવું હોય ત્યારે રસ્તો બિસ્માર હોવાને કારણે લોકો મોરબી અને હળવદ જવું પડી રહ્યું છે. અને નાહકના વધારે કિલોમીટર ફરવું પડે છે. ત્યારે આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ના ઓબીસીના મહામંત્રી ઘનશ્યામભાઈ પરમારે જણાવ્યું હતું કે અમો અવાર-નવાર માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી ત્યારે હવે તંત્ર રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.