મુલાકાત:હળવદમાં પ્રતીક ઉપવાસ છાવણીની પ્રદેશ વાલ્મિકી સમાજના પ્રમુખે મુલાકાત લીધી

હળવદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 7 દિવસથી 70 કામદારો વિવિધ માંગને લઇ પાલિકા સામે ઉપવાસ આંદોલન પર ઊતર્યા છે

હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારો છેલ્લા 7 દિવસથી પોતાની માંગને લઈને પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જ્યાં સુધી સફાઈ કામદારોની માંગો પૂર્ણ નહિ થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે આ હળવદ નગરપાલિકા સામે ઉપવાસ છાવણીની ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજના પ્રમુખે મુલાકાત લીધી હતી.હળવદ નગરપાલિકા સામે 70થી વધુ સફાઈ કામદારો પોતાનું માંગને લઇ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ દલિત સમાજના પ્રમુખ જીતુ બારૈયા ઉપવાસ છાવણીની મુલાકાતે આવ્યા હતા.

મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ જરૂર પડશે તો ચીફ ઓફિસરનો ધેરાવો તથા પાલિકાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. 2021માં રોસ્ટર મુજબ સફાઈ કામદાર તરીકે ભરતી થયેલ સુવર્ણ સમાજનાકર્મચારીઓના વિરોધ દર્શાવતા શહેરમાં પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.જેમાં અસ્પૃયતાના ધોરણોને ધ્યાનમાં રાખી કામ લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી.વર્ષ2001માં રોસ્ટર મુજબ કાયમી સફાઈ કામદારોની ભરતી થયેલ હોય તે સફાઈ કામદારોને વાલમીકી સફાઈ કામદાર સાથે સફાઈ કામ પર લાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...