મોરબી:હળવદ યાર્ડ ફરી ધમધમતું થયું, તલ અને વરિયાળીની આવક શરૂ

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5430 મણ તલ અને 1843 મણ વરિયાળીની આવક નોંધાઇ

કોરોના મહામારી અને સોશિયલ  ડિસ્ટન્સ જાળવવાના લીધે  હળવદ માર્કેટ યાર્ડના ચેરમેને બે દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, ત્યારે શનિવારે ફરી શરૂ થતાં વરિયાળી, તલની આવક થઇ હતી. ખેડૂતોની જણસીની વેપારીઓ દ્વારા હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં 5430 મણ તલ અને 1843 મણ વરીયાળીની આવક થઇ હતી. 

શુક્રવારે હરાજી બંધ રાખીને  યાર્ડ  બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
હળવદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ  ડિસ્ટન્સ ખેડૂતો ન જાળવતા હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, સેક્રેટરી મહેશભાઈ પટેલ દ્વારા ગુરુવારે શુક્રવારે હરાજી બંધ રાખીને  યાર્ડ  બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે શનિવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલા તેમજ 250 જેટલા ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આવવાનું કહેતાં માર્કેટ યાર્ડ  ફરી ધમધમતું થયું હતું. ત્યારે વેપારી દ્વારા તલ અને વરિયાળીની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં 5430 મણ તલ જેના ભાવ 1500 થી 1660 સુધી ખેડૂતોને મળ્યા હતા તેમજ વરિયાળી ભાવ 700 થી 990 સુધીના ભાવ  ખેડૂતોને મળ્યા. આમ યાર્ડમા  વરિયાળી  અને  તલ ની  જણસીની  આવક શરૂ થઈ  હતી. આ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલે જણાવ્યું હતું  સોમવારથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. 

અન્ય સમાચારો પણ છે...