તાળાબંધી:મયૂરનગર ગામના PHCને ગામલોકોએ તાળાબંધી કરી

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી રજા ઉપર હોવાથી તેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ગામલોકોએ‌ હંગામો મચાવી અને સરકારી હોસ્પિટલમાં તાળાબંધી કરીને રોષ વ્યક્ત કર્યો હતો.

જ્યારે તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં ‌મેડીકલ ઓફિસરની નિમણુંક કરવા અને ડોક્ટર રજાપર હોય ત્યારે બીજાડોક્ટર રાખવા માંગ કરી હતી. હળવદના મયુરનગર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી ડોક્ટર રજા ઉપર ઉતરી ગયા હતા.જ્યારે રજા પર ડોક્ટરના સ્થાને અન્ય ડોક્ટરની મુકાતાગામ લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહીહતી. આથી કંટાળીને રોષેભરાયેલા ગ્રામજનોએ સરકારી હોસ્પિટલના તાળાબંધી કરી અને રોષ વ્યક્ત કર્યો હતો.

ગામના સરપંચ મનસુખભાઈ મકવાણા જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી ડોક્ટર રજા ઉપર હોવાથી મારી સામે દર્દીઓને હળવદ મોરબીથી ધ્રાંગધ્રા જવું પડે છે. સરકાર દ્વારા કાયમી ડોક્ટરની નિમણૂક કરાય આવે અને તે રજા પર હોય ત્યારે અન્ય ડોક્ટર હાજર રહે તેવી વ્યવસ્થા કરી ગામ લોકોને પડતી હાલાકી દૂર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...