હળવદ શહેરમાં આવેલા તળાવ કાંઠા પાસે પંચરની દુકાન ધરાવતા અને 50 વર્ષના વૃદ્ધ વહેલી સવારે પાણી ભરવા તળાવ કાંઠે ગયા હતા અને અચાનક જ પાણી કાઢતી વખતે પગ લપસી જતાં તેઓ તળાવમાં ખાબક્યા હતા અને ડૂબી જતાં ઘટના સ્થળે જ મોત થયુ હતું. હળવદના સામસતસર તળાવ પાસે પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ વર્ષોથી રહેતા હતા. શનિવારે વહેલી સવારે તળાવમાં પાણીના કેરબા ભરવા ગયા હતા ત્યારે અચાનક જ પગ લપસી જતાં તેઓ તળાવમાં ડૂબી ગયા હતા.
જેની આસપાસના લોકોને જાણ થતા તાત્કાલિક દોડી ગયા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું પરંતુ કોઇ તેમને બચાવે તે પહેલાં જ તેમનું ડૂબી જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ સ્થાનિક તરવૈયા તેમજ ફાયરસેફ્ટીના અધિકારી રોહિતભાઈ મહેતાદ્વારા તાત્કાલીક અસરથી વૃધ્ધ ની લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા તળાવ કાંઠે ઉમટી પડ્યા હતા. લાશને હળવદની સરકારી હોસ્પિટલમાં પી એમ માટે ખસેડાઇ હતી અને બાદમાં પરિવારજનોને સોંપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.