હળવદના માથક ગામની દીકરીને જન્મથી 1 કિડની ખરાબ હતી.જ્યારે 19 વર્ષની વયે બીજી કિડની પણ ખરાબ થઇ જતા જીવ પર જોખમ તોડાતું હતું. ત્યારે તેમના માતાએ દીકરીને પોતાની કિડની આપી નવજીવન આપ્યું હતું. હાલ માતા અને તેમના કારણે દીકરી સ્વસ્થ જીવન જીવે છે.
‘મા તે મા બીજા વગડાના વા’ કહેવતને ચરિતાર્થ કરતો એક કિસ્સો હળવદના માથક ગામે બન્યો હતો.જેમાં દીકરીની બન્ને કિડનીઓ ફેલ થઈ જતાં માતાએ દીકરીને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપ્યું છે ત્યારે જ ખરેખર ત્યાગની મૂર્તિ તરીકે મા જગતમાં પૂજાય છે. મૂળ માથકના અને હાલ હળવદ ખાતે રહેતા કૈલાસબેન નવીનભાઈ મદ્રેસાણિયાની દીકરી જાન્વીની કિડની જન્મથી એક ખરાબ હતી જ્યારે બીજી ખરાબ થઈ જતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેમ હતી. ત્યારે પોતાની દીકરી માટે કિડની આપવા કૈલાસબેન જાતે તૈયાર થયા. સફળતાપૂર્વક કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ માતા કૈલાસબેન અને જાન્વીની તબિયત સારી છે. અને પોતાના રોજિંદા કામકાજ કરી રહ્યા છે.
નવીનભાઇ મદ્રેસાણીયા કારનો શો રૂમ ચલાવે છે અને તેમના ઘરે 19 વર્ષ પહેલા પુત્રીરત્ન જાનવીનો જન્મ થયો હતો. પરંતુ જાનવીની તબિયત નરમ-ગરમ રહેતી હતી અને તબીબી તપાસ કરાવતાં જાનવીની 1 કિડની જન્મથી ખરાબ અને બીજી 19 વર્ષે ખરાબ થઈ જતાં માતાએ પોતાની દીકરીને કિડની ડોનેટ કરીને જીવતદાન આપ્યું હતું.
કૈલાસબેનને 3 સંતાનમાં 2 દીકરી અને એક 4 વર્ષનો દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરીને કીડનીની બિમારી હતી અને હાલમા જાનવી અને તેની માતા સંપૂર્ણ તંદુરસ્ત છે. ઘરની તમામ પ્રકારની કામગીરી કૈલાશબેન જાતે જ કરે છે તો સાથે તેમની દીકરી હાલમાં સરકારી ભરતીની તૈયારી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.