હળવદની સરકારી હોસ્પિટલમાં તા. 7 જૂને શિરોઈ ગામની સગર્ભા માતાને પ્રસુતીનો દુ:ખાવો ઉપડતાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હળવદ ખાતે આવ્યા હતા. જેની તપાસ કરતા પ્રસૂતી માટે સ્પેશિયાલિસ્ટ એવા ઉવેશ સુમરા કે જેઓ મિડવાઈફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જે માતાની તપાસ દરમિયાન ખબર પડી કે નવજાત શિશુ અંદરથી મોઢાના ભાગે આવે છે.
આ સ્થિતિમાં તેઓને ખરેખર મોટા દવાખાને સ્પેશિયાલિટી વાળા સેન્ટર પર રિફર કરવાના હોઈ. પરંતુ પ્રસુતાની પીડા સાથે સંપૂર્ણ જગ્યા ખુલી ગઈ હતી. જે હાયર સેન્ટર મોકલતા જ રસ્તામા કોઈ પણ જોખમ આવી શકે તેમ હતું. પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મિડવાઇફ ઓફિસર કે જે સ્કીલ ટ્રૈઇન એવા ઉવેશ સુમરાએ પોતાની સૂઝ બુઝથી આ કોમ્પ્લિકેશનવાળી પ્રસુતી કરાવી તથા પ્રસૂતી દરમિયાન બાળકના ગળાના ભાગે નાળ વીંટળાયેલી હતી.
જે પ્રસૂતી પહેલા સોનોગ્રાફીમાં ખબર પડે. પરંતુ કોઈ રિપોર્ટ કરાવેલા ન હતા. જન્મ બાદ નવજાત શિશુને લાઈફ સેવિંગ પ્રોસીજર કરી કૃત્રિમ શ્વાસો શ્વાસ આપી બાળકને નવજીવન આપ્યું હતુ. આમ માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે તેમ ફરજ પરના તબીબે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.