ધમકી:હળવદમાં વેપારી પાસે ખંડણી વસૂલવાના વિરોધમાં આજે માર્કેટિંગ યાર્ડ બંધ પાળશે

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી પાસેથી 90 લાખની ખંડણી માગી તેમને પતાવી દેવાની ધમકી અપાઇ હતી

હળવદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ વેપારી હળવદ તાલુકાના કોંઢ ગામના શખ્સેએ જાનથી મારી નાખવાની ધમકી અને અગાઉ ૯૦ લાખની મામલે બોલાચાલી બાબતે મનદુખ ચાલતું હતું ત્યારે ફરી વખત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે વ્યાપારીઓ લાલઘૂમ થયા હતા અને હળવદ માર્કેટિંગ યાર્ડના કમિશન વેપારીઓએ પોલીસ સ્ટેશને આવીને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાયંસગપુરના વતની, હળવદના ગિરનાર નગરમાં રહેતા, માર્કેટીંગ યાર્ડના ભક્તિનંદનના માલિક જયંતીભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ. દલવાડી અગાઉ ધ્રાગધ્રા તાલુકાના કોંઢ ગામના જયપાલસિંહ નિર્મળસિહ ઝાલા 90 લાખની ખંડણી બાબતે બોલાચાલી થતાં અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી ત્યારે તેનું મનદુખ રાખીને બે દિવસ પહેલા જયપાલસિંહ ઝાલાએ જયંતીભાઈ ચૌહાણને જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપી હતી ત્યારે તે મામલે યાર્ડના વેપારીઓએ એક બેઠકનું આયોજન કર્યું હતું અને બેઠકમાં નિર્ણય લેવાયો હતો. પોલીસને આવેદનપત્ર આપવા નિર્ણય લીધો હતો. યાર્ડના વેપારીઓ પોલીસને આવેદનપત્ર આપવા ધસી આવ્યા હતા. જેમાં જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે અને આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી નહીં કરે તો યાર્ડ શુક્રવારે માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શુક્રવારે કમિશન એજન્ટ વેપારીઓએ હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે તેમ છતાં અમોએ ફોનથી ખેડૂત મિત્રોને જાણ કરી છે. તમારે જણસી લઈને આવવું હોય તો વેપારીઓની સાથે વાત કરીને જસણી લઈને આવવું.

અન્ય સમાચારો પણ છે...