તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન પચાવી:નકલંક ગુરુધામના મહંતે ખેડૂતની જમીન પચાવી પાડી છે: ખેડૂત

હળવદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ તાલુકાના શક્તિનગર ગામના

હળવદ તાલુકાના શક્તિનગર પાસે આવેલા નકલંક ગુરૂધામના દલસુખ મહારાજ દ્વારા બિનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના કારસા સામે ખેડૂતોએ હળવદ પોલીસ મથકે અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જયંતીભાઈ કાનાભાઈએ જણાવ્યું હતું કે સુખપર ગામની સરવે નં.352 વર્ષોથી અમારો કબજો છે. આ જમીન શકિતનગર ગામે આવેલ નકંલંગ ગુરૂધામના મહંત દલસુખભાઈ પ્રજાપતિ અમારા પરિવારને વારંવાર ધમકીઓ તેમજ ખોટા આરોપ મૂકી હેરાન પરેશાન કરે છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમે સામૂહિક દવા પી આત્મહત્યા કરીશું. હળવદના પોલીસ આવેદનપત્ર આપીને મહિલાઓ આક્રમક બની હતી. દલસુખ મહારાજ હાય હાય હાયના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે નકલંક ધામ ગુરૂકુળના મહંત દલસુખ મહારાજે જણાવ્યું કે જમીનના 7-12 8 અ મારા નામના છે. આ જમીન મારી છે. હું સાબિત કરી શકું છું. કોર્ટે આ જમીન હુકમ અમારા તરફે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...