હળવદ તાલુકાના માથક ગામની ઘટના:પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતાનું યુવતીના પિતાએ અપહરણ કર્યું

હળવદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનના ભાઈએ યુવતીના પિતા સામે ફરિયાદ નોંધાતાં પોલીસની દોડધામ

હળવદ તાલુકાના માથક ગામે રહેતા યુવાનના ભાઈએ પ્રેમલગ્ન કરેલાં હોય તેનો ખાર રાખીને યુવતીના પિતા દ્વારા પ્રેમ લગ્ન કરનાર યુવાનના પિતાનું તેની ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આથી પ્રેમ લગ્ન કરનાર યુવાનના ભાઈએ યુવતીના પિતાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

હળવદ પંથકમાં પ્રેમલગ્ન સાથે સાથે અપહરણના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે યુવતીના પિતાએ જ પ્રેમલગ્ન કરનાર યુવાનના પિતાનુ તા. 6-6-2022ના રોજ અપહરણ કર્યાની ઘટના બહાર આવતા ચકચાર ફેલાઇ હતી. હળવદ તાલુકાના માથક ગામે ટાવરવાળી શેરીમાં રહેતા મહેશભાઈ મગનભાઈ રિબડિયાએ માથક ગામના મુકેશભાઈ કાળુભાઈની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી મુકેશભાઈની દીકરી રેખાની સાથે મહેશના ભાઈ સાગરે પ્રેમલગ્ન કરેલા છે.

તે બાબતનું મનદુઃખ રાખીને મુકેશભાઈએ પોતાની ગાડીમાં રાયધ્રા ગામના પાટિયા પાસેથી સાગરના 50 વર્ષના પિતા મગનભાઈનું અપહરણ કર્યું હતું. મહેશભાઈના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મહેશભાઈ મગનભાઈએ મુકેશભાઈ કાળુભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસેએ તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...