તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કેદારિયા હાઇવે પર કન્ટેનરની બ્રેક ન લાગતા ચાલકે 20 ઘેંટાને કચડ્યા

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કન્ટેનર ચાલક - Divya Bhaskar
કન્ટેનર ચાલક
 • અન્ય ટ્રકે ઓવરટેક કરતા ઘેંટાઓ જમણી સાઇડમાં આવી ગયા
 • પોલીસને જાણ કરાતાં બિહારના ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

હ‌ળવદના કેદારીયા હાઇવે રસ્તા પર રવિવારે સવારે કન્ટેનરના ચાલકની અન્ય ટ્રકચાલકે ઓવરટેક કરીને સાઈડ કાપી હતી. આ દરમિયાન થોડીવારમાં ઘેટાનુ ટોળુ જમણી સાઈડ આવી જતા રોડ પર પસાર થતા કન્ટેનરના ચાલકે બ્રેક મારવાની કોશિશ કરી પરંતુ બ્રેક નહી લાગતા કન્ટેનર ઘેટા ઉપર ફરી વળતા અકસ્માત થયો હતો. જેમાં 20 ઘેટાઓના ઘેટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. બનાવના પગલે કેદારીયા અને આસપાસના ગામોના લોકોના ટોળેટોળાં બનાવ સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કેદારીયા ગામના માલધારી પશુપાલક મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને રૂખડભાઈના 20 ઘેટાઓના મોત થતા કન્ટેનરચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો.

બનાવની જાણ પોલીસને થતા બીટજમાદાર કિશોરભાઈ પારધી, વિપુલભાઈ પટેલ, પીસીઆરના વિનોદભાઈ ચાવડા, ઈન્દુભા ઝાલા સહિતના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડીને કન્ટેનર ચાલકને ઝડપી પાડીને હાઇવે પરનો ટ્રાફિક જામ હળવો કર્યો હતો. જ્યારે પશુપાલકોએ કન્ટેનરચાલક બિહારના 25 વર્ષના બીસમરાય રાજેન્દ્રરાય સામે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. આ અંગે પશુપાલકોએ જણાવ્યું હતું કે, અમો કેદારીયા ગામે નદીમાં ઘેટા બકરાને ચરાવવા જતા હતા. આ દરમિયાન હળવદ તરફથી પૂરઝડપે એક કન્ટેનર આવીને અમારા ઘેટા બકરા પર ચડી ગયા હતા. અકસ્માત બનતા અમો રોડની સાઇડમાં ભાગી ગયા અને અમે પણ ભગવાન ભાળી ગયા હતા અમારો પણ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો