હળવદમાં નગરપાલિકા દ્વારા અન્ય સમાજના 7 કર્મચારી પાસે સફાઇની જગ્યાએ ટેબલ વર્ક કરાવવાતા સફાઇ કર્મીઓમાં વિરોધ ઊઠ્યો છે. આથી હળવદના 100 જેટલા સફાઇ કર્મચારી પાલિકા સામે પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. જ્યારે જ્યાં સુધી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી કચરો નહીં ઉપાડવાનો નિર્ણય લીધો હતો.
હળવદ નગરપાલિકામાં 2021માં 13 જેટલા સફાઈ કામદારોની ભરતી કરાઈ હતી. તેમાંથી 6 લોકોને વાલ્મીકી સમાજના ભરતી કરવામાં આવી હતી. જેમાં 7 અન્ય સમાજના લોકોને ભરતી કરાઈ હતી. પરંતુ નગરપાલિકા અને અન્ય સમાજના 7 લોકોની મિલીભગતથી સફાઈ કામની જગ્યાએ ટેબલ કરાવતા હળવદના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોમાં વિરોધ કર્યો હતો.
2 વખત નગરપાલિકા આવેદનપત્ર આપ્યા હતા. આમ છતા નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.આથી ગુરુવારે 100 જેટલા રોજમદાર સફાઇ કામદારો નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા.જ્યારે હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો નહિ ઉપાડવા સ્વયંભ નિણર્ય કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.