મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડીયા ગામે આવેલુ ઐતિહાસિક 867 વર્ષ શક્તિધામ માતાજીનું મંદિર ઇતિહાસ એવો છે કે હરપાલદેવ, શક્તિ માતાજી અને બાબરા સુરે પહેલુ તોરણ પાટડી ગામે બાંધ્યું હતું. ઝાલાવાડના 2300 ગામે તોરણ બાંધ્યા બાદ છેલ્લું તોરણ દિઘડીયા ગામે દિ ઉગતા તોરણ બાંધ્યું હતું. અને બ્રાહ્મણી નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારે આ મંદિરનો ઇતિહાસમાં આ શક્તિધામ તરીકે ઓળખાતું આ મંદિર ઝાલાવાડનું દરેક જ્ઞાતિ માટે આસ્થાનું કેન્દ્ર છે.
ઈ.સ. 1156 દેવગતિ અગિયારસ એ આજથી 867 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાએથી હરપાલદેવ શક્તિ માતાજી હતું અને બાબરા સુરે 867 વર્ષ પહેલાં એક જ રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા હતા. અને ઝાલાવાડનુ છેલ્લું ગામ હળવદ તાલુકાના દિઘડિયા ગામે માતાજીએ તોરણ બાંધી અને માતાજીની સ્થાપના કરી હતી. અને દિઘડિયા ગામે આવેલી બ્રાહ્મણ નદી માતાજીએ સ્નાન કર્યું હતું. ગામની ભૂમિ ઉપર દિવસ દી ઉગી ગયો હતો.
ત્યારે હરપાલદેવને શક્તિ માતાજી તથા બાબરા સુરે ઉગતા સૂર્યનારાયણને વંદન કરીને રાજા કરણદેવને આપેલુ વચનનું પાલન કર્યું હતું જે ઇતિહાસની વાતો આજે જાણીતી છે. જે ભૂમિ ઉપર શક્તિ માતાજીનું મંદિર ઝાલાવાડના દરેક જ્ઞાતિ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ શક્તિધામ મંદિરનો દિધડીયા ગામના ઝાલા પરિવાર દ્વારા કરવામાં આવે છે.
હરપાલ દેવે બાબરા સુરની ચોટી કાપીને વંશમાં કર્યો
ગુજરાતમા અહીહીલપુર પાટણમાં રાજા કરણદેવનું રાજ હતું રાજમાં આવીને મળ્યા ને કહ્યું હું રાજપૂત છું ધનુવૅદ જાણુ છું રાજા કરણ રાજા કરણ તેમને સર સેનાપતિ નિમ્યા પછી જાણવા મળ્યું કે રાણી ફુલાદેને બાબરો ભુત ત્રાસ આપતો હતો છે. આ વાત સાંભળીને હરપાલદેવ કહેતા હતા કાતો બાબરાને ભૂતની કાંતો હરપાલદેવને નહીં રાણી ફુલદે પાસે બાબરો આવ્યો ને હરપાલદેવને આંખ મારી બાબરોએ કહ્યું કે મારી સાથે દન્દવ યુદ્ધ કરો છો તો બંને વચ્ચે બાથમણિ યુદ્ધ થયું બાબરાની ચોટી કાપી લીધી અને સવાર થતા બાબરાનું બળ ઓછું થઈ ગયું. અને બાબરા અને વશમાં કરી 2300 ગામના એક જ રાતમાં તોરણ બાંધ્યા હતા
ઝાલાવાડના 4 ગામોમાં શક્તિ માતાનું મંદિર
સુરેન્દ્રનગર જિલ્લામાં શક્તિમાતાના મંદિરોની પણ સંખ્યા વધુ જોવા મળી રહી છે. આથી જ પાટડી, ધામા, ટુવા, દીઘડીયા ગામે મંદિરો આવેલા છે. માતાજીએ પાટડી તાલુકાના ધામા ગામે માતાજી સમાધી લીધી હતી.
નિ:સંતાન દંપતીઓ શક્તિ માતાજીની બાધા રાખે છે
દિઘડીયા ગામે શક્તિ માતાજીના મંદિરે ગુજરાત, રાજસ્થાનમાં નિ:સંતાન દંપતીઓશક્તિ માતાજીની બાધા રાખે છે. મનોકામના પણ પૂર્ણ થાય છે.
પ્રસાદ, સાકર સહિતનો પ્રસાદ ધરાવામાં આવે છે
આ મંદિરમાં બહારગામ થી આવતા દર્શનાથીઓને રહેવા જમવાની પણ સગવડતા છે તેમજ મંદિરના પટાંગણમાં બાગ બગીચો તેમજ નાનાં ભૂલકાઓને માટે મોટું મેદાન પણ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.