સમાધાન:અન્ય સમાજના સફાઈ કામદારોને સફાઈ કામની ખાતરી આપતાં આંદોલન સમેટાયું

હળવદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ પાલિકા સામે વાલ્મિકી સફાઈ કામદારોના પ્રતીક ઉપવાસના 9‌મા દિવસ બાદ સમાધાન

હળવદ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોએ છેલ્લા 9 દિવસથી નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ, ધરણા કર્યા હતા. જેને લઈને શુક્રવારે મોડી સાંજે નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યની આગેવાની હેઠળ અન્ય સમાજના લોકોને સફાઈ કામ કરવાની નગરપાલિકા ખાતરી આપતાં પ્રતિક ઉપવાસનો સુખદ સમાધાન થયું હતું. પાલિકાએ હૈયા ધારણા આપતા સફાઈ કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. હળવદ નગરપાલિકામાં 2021માં નગરપાલિકા દ્વારા 13 જેટલા સફાઈ કામદારોની ભરતી કરાઈ હતી. જેમાંથી 7 જેટલા સફાઈ કામદારો અન્ય સમાજના હોઈ નગરપાલિકા દ્વારા ભરતી કરાઈ હતી.

આ 7 લોકોને નગરપાલિકા દ્વારા સફાઈ કામની જગ્યાએ નગરપાલિકાનું ટેબલવર્કનું કામ કરાવતા જેને લઇને હળવદના વાલ્મિકી સમાજના સફાઈ કામદારો છેલ્લા 9 દિવસથી નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. તેના પગલે હળવદ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળતા હતા.

ત્યારે હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના આગેવાનોએ નગરપાલિકાના સફાઇ કામદારોને સાથે બેઠક કરીને આંદોલન સમેટી લેવાની વાત કરતાં અને સફાઈ કામદારોને નગરપાલિકા દ્વારા ખાત્રી આપતા હવેથી અન્ય સમાજના કર્મચારીઓ સફાઇ કામદારોને સફાઈ કામગીરી અપાશે. ત્યારે તમામ સમાજના સફાઈ કામદારોએ શુક્રવારની મોડી સાંજે આંદોલન સમેટી લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...