ઝાલાવડની ચર્ચાસ્પદ ઘટના:હળવદના દીઘડિયામાં સગા ભાઇની હત્યા કરી નાસી છૂટેલો આરોપી ઝડપાયો

હળવદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના દિઘડિયાની સીમવાડીના હત્યા બનાવનો બીજો આરોપી પણ પકડી પાડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
હળવદના દિઘડિયાની સીમવાડીના હત્યા બનાવનો બીજો આરોપી પણ પકડી પાડવામાં આવ્યો હતો.
  • 2 સગા ભાઇએ ત્રીજા ભાઇની હત્યા કરી હતી
  • સીમવાડીએ ખેતીની જમીન બાબતે ભાઇઓ વચ્ચે બોલાચાલી થઇ હતી

હળવદના દિઘડિયાની સીમવાડીએ 3 સગા ભાઇ વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા 2 ભાઈએ સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવમાં અગાઉ એક આરોપીને પકડવામાં આવ્યો હતો તેને હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં હાલમાં પોલીસે એબીજા ભાઈને પણ દબોચી લીધો હતો.

હળવદ તાલુકાનાં દિઘડિયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલાએ તેમના પરિવાર સાથે તા.21 ના રોજ રાતે ઘરે હતા. ત્યારે તેના જ 2 સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ વાડીએ માટે પાણી લાવે બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી.અને ઉશ્કેરાઇ જઇ મુકેશભાઈ ઉપર છરી અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં મુકેશભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી મોત થયું હતું.

આ બનાવન અંગે મૃતકના પત્નીએ તેના જેઠ અને દિયરની સામે હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અગાઉ આરોપી મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરી હતી. પરંતુ તેણે હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે હાલમાં આ ગુનામાં આરોપી રઘાભાઈ કુકાભાઈ સારલાને પી.આઈ પી.એ.દેકાવાડીયા અને સ્ટાફે દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...