હાલાકી:હળવદથી ઈંગોરાળા જવાનો12 કિમી રસ્તો ધોવાઇ જતાં ચિંથરે હાલ બન્યો

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કીડી, જોગડ, અમરાપર, ઇંગોરાડાના ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવે છે

ભારે વરસાદના કારણે હળવદથી ઇંગોરાળા ગામ તરફ જવાનો રસ્તો ધોવાઇ બિસ્માર બની જતા ઠેરઠેર ગાબડા પડી ગયા છે. જેના કારણે આ રસ્તેથી પસાર થવા દરમિયાન ચાર ગામોના લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી લોકોને સમસ્યાને ધ્યાને લઇ સત્વરે રસ્તો નવો બનાવવા લોકમાંગ ઉઠી છે.

હળવદ તાલુકામાં આ વર્ષ ચોમાસુ સીઝનમાં ભારે વરસાદ પડતા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વન-વે હોવાથી નાળા સહિતના રોડ રસ્તાનું ભારે ધોવાણ થતા તેના પર ગાબડાં પડી જતા વાહન ચાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. જેમાં હળવદથી ઈંગોરાળા જવાનો 12 કિલોમીટરનો રસ્તો વરસાદના પગલે ધોવાઇ જતા ગાબડા પડી ગયા છે. જેના કારણે જોગડ, અમરાપર, કીડી તેમજ ઇંગોરાળા સહિતના ચાર ગામના વાહન ચાલકો તેમજ ખેડુતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે ઈંગોરાળા ગામના યોગેન્દ્રસિંહ ઝાલા, પીન્ટુભાઇ, મયુરસિંહે જણાવ્યુ કે અમારા ગામના રસ્તો ઘણા સમયથી બિસમાર અને જર્જરિત હાલતમાં તો હતો જ પરંતુ ભારે વરસાદના પગલે રસ્તાઓનું ધોવાણ થતાં ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા. તંત્ર દ્વારા રોડને સમારકામ કર્યું હતું પરંતુ નબળા કામને લઇ કપચી ઉખડવા લાગવા અને રસ્તાના કીનારાની કડ પણ તુટી જવાને કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. જે ધ્યાને લળ તંત્ર નવા રસ્તો બનાવવા કામ ચાલુ કરે તેવી ગામ લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...