આંદોલનનો અંત:હળવદમાં સફાઇ કામદારોનું આંદોલન સમેટાયું, ૨૦૨૧માં 13  સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી

હળવદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય સમાજના કામદારોને કામ આપવાની પાલિકાએ ખાતરી આપતાં ઉપવાસ આંદોલનનો અંત
  • નગરપાલિકાએ 13 પૈકી સાત કામદારોને સફાઇ સિવાયના જ કામ સોંપતા કામદારો વિફર્યા હતા

હળવદ નગરપાલિકામાં વર્ષ ૨૦૨૧માં 13 સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી, એમાંથી સાત વ્યક્તિઓ અન્ય સમાજના હોય, તેમને સફાઇ સિવાયના જ કામ અપાતાં તેને લઈને હળવદ વાલ્મિકી સમાજ સફાઈ કામદારોએ નવ દિવસ પહેલાંથી નગરપાલિકા સામે ધરણા કર્યા હતા જેને લઈને શુક્રવારે મોડી સાંજે નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યની આગેવાની હેઠળ અન્ય સમાજના લોકોને સફાઈ કામ કરવાની નગરપાલિકાએ ખાતરી આપતાં ઉપવાસનું સુખદ સમાધાન થયું હતું.

પાલિકાએ હૈયા ધારણા આપતા સફાઈ કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. હળવદ નગરપાલિકામાં ૨૦૨૧માં નગરપાલિકા દ્વારા ૧૩ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી જેમાંથી ૭ જેટલા સફાઈ કામદારો અન્ય સમાજના હોય નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવી હતી.

આ સાત લોકોને નગરપાલિકા દ્વારા સફાઈ કામની જગ્યાએ નગરપાલિકાનું ટેબલવર્કનુ કામ કરાવતા જેને લઇને હળવદના વાલ્મિકી સમાજના સફાઈ કામદારો છેલ્લા 9 દિવસથી પાલિકા સામે ઉપવાસ ઉપર બેઠા હતા તેના પગલે હળવદ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળતા હતા.

હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના આગેવાનોએ પાલિકાના સફાઇ કામદારોની સાથે બેઠક કરીને આંદોલન સમેટી લેવાની વાત કરતાં સફાઈ કામદારોને નગરપાલિકા દ્વારા ખાત્રી આપતા હવેથી અન્ય સમાજના કર્મચારીઓ સફાઇ કામદારોને સફાઈની કામગીરી આપવામાં આવશે તેવી ખાતરી મળતાં સફાઈ કામદારોએ આંદોલન સમેટી લીધું હતું, આંદોલનનું સમાધાન થયું હતું. નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ, ભાવેશભાઈ ઠક્કર, દિનેશભાઈ મકવાણા, મોહનભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...