તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:થેલેસેમિયાની બીમારીથી પીડાતા, હળવદના બાળકને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યું

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 81 લાખ ખર્ચને પહોંચી વળવા લોકડાયરો અને વિવિધ સમાજના સહકારથી ફાળો એકત્ર કરાયો

હળવદ તાલુકાના માલણીયાદ ગામના રહેવાસી અને હાલ શહેરના ગિરનારનગરમાં રહેતા ચંદ્રકાંતભાઈ પંડ્યાનો 14 વર્ષના પુત્ર ખુશ પડ્યાને જન્મથી થેલમિયા મેજરની બીમારીથી પીડાતો ‌હતો. ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હળવદના ડો.ચાંદની કગઘરાએ પ્રાથમિક તપાસ શરૂ કર્યાબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડો.સંદિપ શાહે થેલેસેમિયાના બોનમેરોટ્રાન્સપ્લાન્ટ માટેની સલાહ આપી હતી. અાથી વર્ષ 2018-2019 એમ બે વખત ઓપરેશન કરાવ્યા હતા. જેનો 70 લાખનો ખર્ચ રાજય સરકાર ભોગવ્યો અને 11 લાખનો ખર્ચ લોકડાયરા અને વિવિધ સમાજના દ્વારા આપાતા બાળકને નવજીવન અપાયુ હતુ.

આ બાળકને 10 માસ સુધી અમદાવાદની સિવિલમાં આઈ.સી.યુમાં દાખલ કરાયો હતો. આ અંગે હળવદ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડો.ભાવિન ભટ્રીએ જણાવ્યું કે અમારા આર.બી.એસ.કેના ડો.ચાંદની કગઘરાની છેલ્લા બે વર્ષથી મહેનત બાદ એક વર્ષથી તેને બ્લડ ચડાવવું પડતું નથી. હાલ તેનું હેમોગ્લોબીન 13% રહે છે આમ હાલ ખુશની તબીયત સારી છે. આ અંગે ખુશપડયાના પિતા ચંદ્રકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે મારા બાળકને નવજીવન મળતા હું હળવદ સિવિલ હોસ્પીટલ ડોક્ટરો અને ટીમ લોકડારાના કરનાર લોકો અને વિવિધ સમાજના લોકોના આભારી રહીશુ.

અન્ય સમાચારો પણ છે...