તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઝાલાવાડના વિદ્યાર્થીઓ આજથી ફરી ઓનલાઇન શિક્ષણ મેળવશે

સુરેન્દ્રનગર, હળવદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદની તક્ષશિલા સ્કૂલ - Divya Bhaskar
હળવદની તક્ષશિલા સ્કૂલ
  • ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને રોજ 3 કલાક અભ્યાસ, ધોરણ10માં એડમિશન ચાલુ છે, ધો.11ના વિદ્યાર્થીઓ હાલ શિક્ષણ મેળવી શકશે નહીં
  • હળવદની તક્ષશિલા સ્કૂલે કોરોનામાં મોતને ભેટેલાં માતા પિતાનાં બાળકોની ફી માફ કરી

કોરોનાની મહામારીને લઇને ખાસ કરીને શિક્ષણનું હબ બની ગયેલા સુરેન્દ્રનગરના શૈક્ષણિક ક્ષેત્રને મોટી અસર થઇ છે. આજથી ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવાનો સરકારે આદેશ આપ્યો છે. જેને લઇને જિલ્લાની શાળાઓમાં ધો.1થી ધો.12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફરીથી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ થશે.વર્તમાન સમયે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ જૂન મહિનાથી નવુ શત્ર શરૂ થઇ રહ્યું છે.

ત્યારે આજથી ધો.1 થી ધો.12 સુધીન અભ્યાસક્રમો ઓનલાઇન ભણાવવા માટેની શરૂઆત થશે. જેમાં માસ પ્રમોશન મેળવનાર ધો.10ના વિદ્યાાર્થીઓની પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય ધો.11ના વિદ્યાાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવાવામાં નહી આવે. દિવસમાં કુલ 3 કલાક વિદ્યાાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવાશે. જેમાં 45 મિનિટના કુલ 3 વિષયના તાસ લેવાશે. એક તાસની વચ્ચે 10 મિનિટની રિશેષ રહેશે.

શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવા માટે સંચાલકોએ તૈયારીઓ કરી લીધી છે. જે વિષયતો તાસ હશે તે વિષયના શિક્ષકો સ્કૂલમાં આવશે અને વિદ્યાાર્થીઓને અભ્યાસ કરાવશે. અગાઉ પણ વિદ્યાાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યુ હતુ આથી વિદ્યાાર્થીઓને ઓનલાઇન શિક્ષણનો અભ્યાસ છે.

હળવદની તક્ષશિલા સ્કૂલે કોરોનામાં મોતને ભેટેલાં માતા પિતાનાં બાળકોની ફી માફ કરી
હળવદની તક્ષશિલા સ્કૂલ દ્વારા ધો.1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમના માતા અથવા પિતા કે બન્ને અવસાન પામ્યા છે તેવા વિદ્યાર્થીઓની સ્કૂલ ફી અને ટ્યુશન ફી જેટલા ધોરણ સુધી ભણે ત્યાં સુધી માફ કરશે. આ યોજનાનો લાભ લેવા તક્ષશિલા સ્કૂલે બહાર પડેલ ફોર્મમાં જરૂરી આધારો સાથે 30 જૂન સુધીમાં અરજી કરવાની રહેશે તેમ તક્ષશિલા સ્કૂલ ના એમડી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...