હળવદ માળીયા હાઈવેપર સુસવાવ ગામની વિધાર્થિની યુવતીઓ કોલેજમાં સવારે હળવદ આવતી હતી. તે વખતેટ્રકના અડફેટે આવી જતાં એક બીએસસી ફાઈનલ યરની વિદ્યાર્થીનીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય એક યુવતીને ઈજાઓ પહોચતા સારવાર અર્થે લઇ જવાઇ હતી.પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી. ટ્રકચાલક ફરાર થઇ જતા ફરીયાદ નોંધાઈ હતી.
હળવદના સુસવાવ ઉમિયાનગર ગામની શ્રૃતિ દુર્લભજીભાઈ કાલરીયા અને કૃપાલી ધર્મેન્દ્રભાઈ કાલરીયા હળવદની મહર્ષિ ગુરુકુળમાં બીએસસી ફાઈનલ યરમા અભ્યાસ કરે છે. જે કોલેજમાં આવતી તે સમયે એક્ટિવાને ટ્રકે અડફેટમાં લેતાં પાછળથી આવતા ટ્રકનુ ટાયર શ્રૃતિ કાલરિયા પર ફરી વળતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે કૃપાલી કાલરિયા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે લઇ જવાઇ હતી.આ ઘટનાની જાણ પરિવારજનોને સગાસબંધી થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારબાદ મૃતક વિદ્યાર્થીની લાશને હળવદ પોલીસે કબજે કરી સરકારી હોસ્પિટલે પીએમ માટે લઇ જઇ પી.એમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી.આ બનાવમાં ટ્રકચાલક અકસ્માત સર્જી ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો.આથી પોલીસે ટ્રક કબજે કરી ચાલક સામે ફરીયાદ નોંધી ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.