તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હળવદના દશામા મંદિરથી 3 રસ્તા સુધીની સ્ટ્રીટલાઈટ 1 માસથી બંધ

હળવદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકએ વીજબિલ નહીં ભરતાં કનેક્શનો કપાઈ ગયાં હતાં
  • અકસ્માત થવાના ભય સાથે તસ્કરોને ચોરી કરવામાં મોકળું મેદાન મળી રહે તેમ હોવાથી કાર્યવાહી કરવા માંગ

હળવદ નગરપાલિકા થોડા સમય પહેલા સ્ટ્રીટલાઈટ વીજ કનેક્શન કપાઈ જતા છેલ્લા એક માસથી હળવદના દશામા મદિરથી લઇ ને હળવદના ત્રણ રસ્તા સુધીની તમામ લાઈટો બંધ હોવાથી રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. જેને કારણે અહીના રહીશો અને વાહન ચાલકોને અકસ્માતનો ભય છે. જ્યારે તસ્કરોને ચોરીના કરવામાં મોકળું મેદાન મળી રહે તેમ હોવાથી તંત્ર દ્વારા સત્વરે ચાલુ કરાવે તેવી સ્થાનિક રહીશોની માગ ઉઠી છે.

હળવદ નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટોનું વીજ બિલ નહીં ભરતાં કનેક્શનો કપાઈ ગયા હતા. તેની હજુ સાહી સુકાઈ નથી ત્યારે હળવદના દશામા મંદિર અને હળવદના ત્રણ રસ્તા સુધી એક માસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રીના સમયે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારોમાં ભવાનીનગર, ઢોરો, લાંબી અને પંચમુખી વિસ્તાર સહિતની સોસાયટી આવેલી છે.

પરંતુ એક માસથી સ્ટ્રીટલાઈટ લાઇટો બંધ હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ અંગે નગરપાલિકાના સદસ્ય દેવાભાઈ ભરવાડ, વાસુદેવભાઈ પટેલે જણાવ્યું કે સ્ટ્રીટલાઇટો બંધ હોવાને કારણે રાત્રીના સમયે અંઘારપટ સર્જાઈ છે. તેમજ તસ્કરોને મોકળું મેદાન મળે તેમ હોવાથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો