તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરા રોડ પર રખડતા ઢોરનો અડીંગો, વાહનચાલકો ભયભીંત, પાલિકા સત્વરે ઢોરને ડબે પૂરે તેવી હળવદ વાસીઓની માંગ

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ શહેર અને હાઈવે રોડ પર રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને ભુતકાળમાં અનેકવાર વાહન ચાલકો અને લોકો ને અકસ્માત થવાનો બનાવો બન્યા છે હળવદના સરા રોડ ઉપર મેલડી માં ના મંદિર પાસે રખડતા ઢોરનો અડીંગો જામ્યો હતો આમ રખડતા ઢોરના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે રખડતા ઢોરને ડબે પૂરે તેવી હળવદ વાસીઓની માંગ ઉઠવા પામી છે.

હળવદમાં શહેરમાં રખડતા ઢોરને કારણે વાહનચાલકોને અને રાહદારીઓને અકસ્માત થવાન બનાવો બન્યા છે રખડતા ઢોરને કારણે અકસ્માતના કારણે ઈજાગ્રસ્ત તેમજ મોત થયાના બનાવો પણ બન્યા છે ત્યારે શહેરના સરા રોડ, રેલ્વે સ્ટેશન ‌રોડ, શક્તિ ટોકીઝ રોડ, સરા ચોકડી, હળવદ ધાંગધ્રા રોડ, વૈજનાથ ચોકડી, મોરબી ચોકડી સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે છે ત્યારે ‌મંગળવારે હળવદના સરા રોડ ઉપર આવેલ મેલડી માં ના મંદિર પાસે રખડતા ઢોરનો અડીંગો જામેલો હતો જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો હતો ત્યારે આ અંગે‌ વાહન ચાલક થોભણભાઈ, રાજુભાઈ, જણાવ્યા પ્રમાણે હળવદ શહેરમાં દિનપ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે રખડતા ઢોરને ડબે ‌પુરવામા આવે તેવી વાહનચાલકોને અને હળવદ વાસીઓ ની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...