રાજ્યમાં ચુંટણી પૂર્ણ થયા બાદ સોમવારે એ મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ ભાજપ આગેવાનોની કાર પર પથ્થરમારો થયો હતો.
મોરબી ભાજપ અગ્રણી હસુભાઈ સોરીયા અને ચિરાગ કણઝારીયાસોમવરે એ ગાંધીનગર ગયા હતા અને કાર્યક્રમ માં હાજરી આપી તેઓ પોતાની કારમાં પરત આવતા હોય ત્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક તેની કાર પર ત્રણથી ચાર લોકોએ પથ્થરમારો કર્યો હતો.
જે પથ્થરમારાની ઘટનામાં સદનસીબે બંને આગેવાનોને કોઈ ઈજા પહોંચી નથી બંને સુરક્ષિત છે.તો પથ્થરમારો લુંટના ઈરાદે કરવામાં આવ્યો હતો કે અન્ય કાઈ તે સ્પષ્ટ થયું નથી જોકે ભાજપ આગેવાનોએ આ રસ્તેથી આવનાર વાહનચાલકોને સાવચેત રહેવા માટે અપીલ કરેલ હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ એમ. વી.પટેલે જણાવ્યું હતું કે આ બનાવની જાણ અમોને થતાં અમો સુંદરગઢ ગામે જવા રવાના થયા હતા. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.