તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ અકસ્માત:હળવદ હાઈવે પર બંધ ટ્રક પાછળ એસ.ટી બસ અથડાતા અકસ્માત સર્જાયો, 1 મહિલાનું ઘટનાસ્થળે મોત

રાજકોટ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીતોલ-ભુજ રૂટની એસટી બસને અકસ્માત નડ્યો, જેમાં પાંચ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા

રાજ્યભરમાં હાઈ-વે પર માર્ગ અકસ્માતની ઘટનાઓનું પ્રમાણ વધી જવા પામ્યું છે, આજે વહેલી સવારે હળવદ હાઈવે પર આવેલી મોરબી ચોકડી નજીક ST બસે ટ્રકને ટક્કર મારી હતી. આ ટ્રક રોડપર ઉભો હતો તેવામાં અચાનક ST બસે તેના પર કાબૂ ગુમાવતા તેને પાછળ ધડાકાભેર ટક્કર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ભારે મહેનત બાદ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા
ભારે મહેનત બાદ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા

પોલીસે ST બસમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મંગળવારે વહેલી સવારના પીટોલ ભુજ રૂટની એસટી બસ હળવદથી ભુજ તરફ જવા નીકળી હતી. ત્યારે હળવદ નજીક આવેલી મોરબી ચોકડી પાસે રોડ પર ટ્રક પાછળ એસટી બસ ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે પાંચ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઢા થઈ ગયા હતા. તેમણે પોલીસને જાણ કરતા તેનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો અને ST બસમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને ભારે મહેનત બાદ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારપછી પોલીસે અકસ્માતને પગલે આગળ તપાસ હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તોના નામ
આ ગંભીર અકસ્માતમાં સંતરામપુરના રહેવાસી માજમબેન ડિંડોર (ઉ.40 )નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે MPના રહેવાસી મુકેશભાઈ સીંગાડીયાનું (ઉ.30 ), રાહુલભાઈ ડામોર (ઉ.17), પરવઠના રહેવાસી સોમલાભાઈ વાખલા (ઉ.33 ), મહિસાગરના રહેવાસી નાનજીભાઈ ડીંડોર ( ઉ.50 ) મોનુભાઈ રમેશભાઈ ડામોર ( ઉ.21 )સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો