ચોરી:હળવદમાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ રહેણાકને નિશાન બનાવી દાગીના, રોકડની ચોરી

હળવદમાં અલગ અલગ ત્રણ સ્થળે ત્રાટકીને તસ્કરોએ પોલીસને રીતસર પડકાર ફેંક્યો હતો અને મકાન માલિકોની ઉંઘમાં ખલેલ પહોંચાડ્યા વગર રોકડ અને સોના ચાંદીના દાગીનાની તસ્કરી કરીને ચોર પલાયન થઇ ગયા હતા. માલિકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હળવદમાં છેલ્લા 6 દિવસથી ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. મોડી રાત્રે તસ્કરો કવાડિયા ગામમાં ત્રાટક્યા હતા. કવાડિયામાં અજીતસિંહ પરમારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઘરની પાછળની બારી તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. તેઓ બહાર ફળિયામાં સુતા હતા ત્યારે ઘરના પાછળના ભાગે બારીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થયાનું મકાન માલિક જણાવી રહ્યાં છે, શિવાલિક સોસાયટીમાં રહેતા કમલેશભાઈ કંસારાના રહેણાકમાં 1.85 લાખની રોકડ રકમ ચોરી થઇ હતી તેમજ સરા રોડ એક મહિલાના હાથમાંથી પાકીટ અને મોબાઈલની બાઇકચાલકે ચીલઝડપ કરી હતી. કવાડિયામાં અન્ય એક ઘરમાં પણ ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે .

અન્ય સમાચારો પણ છે...