ચોરી:હળવદના રણમલપુર ગામના ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ પારેજીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને પાંચ હજારની રોકડ રકમ અને સોના-ચાંદીના આભૂષણો ચોરી જતા પોલીસ દોડી ગઇ હતી અને ચોરોના સગડ મેળવવા તજવીજ આરંભી હતી અને મંદિરના પુજારી અને ટ્રસ્ટીઓએ પોલીસ સ્ટેશને દોડી જઇને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા છે.

વેરાવળ તાલુકાના મુજપુર ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરે પારજીયા પરિવારના કુળદેવી કુળદેવી ખોડિયાર માતાજીનાં મંદિરમાં તસ્કરોએ તાળુ તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી પાચ હજાર રોકડા, નથડી અને બુટી (ઇમિટેશન) અને બે ગ્રામનો સોનાનો માતાજીનો ચાંદલો ચોરી ગયા હતા.માતાજીના મંદિરમાં થયેલી ચોરી મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે મંદિરના ટ્રસ્ટીઓ, પારેજીયા પરિવારના આગેવાનોઓને અને પુજારી પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા.