વિરોધ પ્રદર્શન:15 ગામના ખેડૂતોની ખેતરમાં સૂઈ આત્મવિલોપનની ચીમકી

હળવદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ કહ્યું કે પહેલાં વળતર આપો પછી વીજ કંપનીની કામગીરી કરો - Divya Bhaskar
ખેડૂતોએ કહ્યું કે પહેલાં વળતર આપો પછી વીજ કંપનીની કામગીરી કરો
  • લાકડીયાથી વડોદરા જતી 765 વીજલાઈન નાખવાની કામગીરીમાં વીજલાઇન મામલે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું

લાકડીયા થી વડોદરા જતી વીજ કંપનીની વીજલાઇન હળવદ તાલુકાના રણજીતગઢ ગામે કામગીરી શરૂ થઈ છે. ત્યારે હળવદ તાલુકાના ગામે 15 ગામના ખેડૂતોએ એકઠા થયા હતા. અને ખેડૂતો જમીન પર સૂઈ ગયા અને પહેલા અમને પૂરતા પ્રમાણમાં વધારે રાખવો ત્યારબાદ કામ ચાલુ કરો તેવા નારા લગાવ્યા હતા. 15 ગામના ખેડૂતો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી હતી. ત્યારે પ્રાંત અધિકારી અને વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોને સમજાવટના પ્રયાસ હાથ ધર્યા હતા.

લાકડીયા-વડોદરા જતી 765 કેવી વીજપોલ નાંખવાની કામગીરી ચાલી રહી રહી છે. આ માટે હળવદમાં અલગ અલગ જગ્યાએ વીજલાઈન માટે પોલ લગાવવામાં આવી રહ્યા છે. જોકે ખેડૂતોને પુરતું વળતર ચુકવવામાં આવ્યું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અગાઉ અલગ અલગ કચેરીઓના ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ખેડૂતોએ અર્ધનગ્ન થઇ વિરોધ કર્યો હતો. તો અગાઉ અનેક વખત અલગ અલગ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપી વિરોધ કરી રહ્યા છે. ત્યારે શનિવારે રણજીતગઢ ગામે ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, રાણેકપર, જુના દેવળીયા, સુરવદર, પ્રતાપગઢ સહિતના 15 ગામના ખેડૂતો અને મહિલાઓ એકઠા થયા હતા અને સ્ટરલાઈટ વીજ ટ્રાન્સમિશન કંપનીનો વિરોધ કરી રહ્યા છે.

તેમજ જો વીજલાઈન શરૂ કરવી હોય તો કા ખેડૂતોને પુરતું વળતર ચુકવવામાં આવે. જો તેમ નહી કરવામાં આવે તો સામુહિક આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. તેમજ ખેડૂતો જમીન પર સૂઈને અમોને પહેલા વળતર આપો ત્યારબાદ કામ શરૂ કરો તેવા નારા લગાવ્યા હતા. ખેડૂતોના આંદોલનના કારણે એસઆરપીની ટીમ તેમજ પ્રાંત અધિકારી અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ખેડૂતોને સમજાવવા પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...