તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પગથી વિકલાંગ હળવદના યુવકને ગોળાફેક, બરછી ફેકમાં નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ

હળવદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેશનલ પેરા ઓલમ્પિક ગેમ્સમાં બિહાર ખાતે કૌવત દાખવ્યું

17મી નેશનલ પેરા ઓલમ્પિક ગેમ્સ 21થી 23 માર્ચ 2021 ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબ્રલ પલ્સી પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિહાર પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી પાટલીપુત્ર, પટના બિહાર રાજ્ય મુકામે એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નીલકંઠ પાર્ક, હળવદમાં રહેતા જય રોહિતભાઈ કણઝરીયા મોરબી જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ ગોળાફેક તેમજ બરછી ફેકમાં દ્વિતીય નંબર તેમજ નેશનલ કક્ષાએ 2 સિલ્વર મેડલ પ્રાપ્ત ર્યા છે. આ ઉપરાંત ચક્રફેકમાં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઘણા વર્ષોથી અથાગ મહેનત પરિશ્રમ અને નિયમિત પ્રેક્ટિસ છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલી રહી છે.

90 % સેરેબલ પલ્સી પીડિત હોવા છતાં હળવદનો આ યુવાન રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર હળવદ અને મોરબી જિલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કરીને કણઝરીયા પરીવારનુ ગૌરવ વધાર્યું હતું. હળવદના નિલકંઠ પાર્કમાં રહેતા હળવદની ‌મેઈન બજારમાં રેડીમેટ ધંધો કરતા રોહિતભાઈ કણઝરીયાના પુત્ર જય કણઝરીયા સુરેન્દ્રનગર સીયુ શાહ ફાર્મસી કોલેજના બીજા વર્ષમાં બી ફામમાં અભ્યાસ કરે છે.

નાનપણથી જ રમતગમતનો શોખ હતો
આ અંગે વિદ્યાર્થી જય કણઝરીયાએ જણાવ્યું હતું કે મને નાનપણથી જ રમત ગમતના શોખ હતો અને હુ જન્મથી 90 ટકા વિકલાંગ છું. છતાં મને મારા કાકા દિનેશભાઈ કણઝરીયા તેવો અમદાવાદ ઉમિયા આટૅસ કોલેજમાં પ્રોફેસર છે તેવોએ મને પ્રેરણા આપી હતી. હું હાલ 90% પગની તકલીફથી અપંગ છું. તેમ છતાં મારા કાકાની પ્રેરણાથી હું આજે રાષ્ટ્રીય કક્ષાની રમતમાં ગોળા ફેક બરછી ફેક, ચક્રફેક સહિતની રમતોમાં નેશનલ લેવલે ત્રીજો નંબર પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો