તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગર ફરાર:પોલીસને જોઈને દારૂ ભરેલી કાર કેનાલમાં નાખી દીધી

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદ તાલુકાના ચરાડવા નજીક
  • બુટલેગર ફરાર, 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ તાલુકાના ચરાડવા ઈશ્વરનગર ગામે જવાના રસ્તે કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર પસાર થતાં પોલીસે પીછો કરતા પોલીસના ડરથી બુટલેગર કાર કેનાલમાં નાખીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા 55 વિદેશી દારૂની બોટલ, 24 નંગ બિયર, કાર મળીને કુલ 2,73,900નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.હળવદ-ધ્રાંગધ્રા-માળિયા-કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા પોલીસને સંતાકૂકડી રમાડીને દારૂની હેરાફેરી કરતા હોય છે.

આવો જ એક બનાવ મંગળવારે રાત્રે હળવદ તાલુકાનાં ચરાડવાથી ઈશ્વરનગર ગામ જવાના રસ્તા પર કાર પસાર થતા પોલીસેને જોઈને બુટલેગર કાર પૂરઝડપે ચલાવવા લાગ્યો હતો. શંકાસ્પદ કારની પોલીસ નજીક પહોંચતા તે દરમિયાન બુટલેગર પોલીસથી બચવા માટે કાર કેનાલમાં નાખીને નાસી છૂટ્યો હતો. જ્યારે ફરાર શખસની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પી.આઈ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા, મનસુખભાઈ વિનુભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...