હળવદના મેરૂપરની સગીરાને લલચાવી, ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી જનારા શખ્સ સામે સગીરના પિતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પોસ્કોની કલમ લગાડી ગુનો નોંધ્યો હતો અને આરોપીના સગડ મેળવવાના શરૂ કર્યા હતા અને તેમાં પોલીસને સફળતા મળી હતી અને આરોપી ચોટીલા પાસે હોવાનું જાણમાં આવતાં જ ત્યાં ત્રાટકી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
હળવદ પોલીસ સ્ટેશનમાં ૧૪મી મેના રોજ સગીર વયની દીકરીને આરોપી ભગાડી ગયાની પોસ્કો અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી ત્યારે પોલીસે લોકેશનના આધારે આરોપીને ચોટીલામાં હોવાની બાતમી મળતાં પોલીસે ૨૪ કલાકમાં આરોપી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદના મેરુપર ગામની સીમમાં 15 વર્ષની સગીર વયની યુવતીને ભગાડી જતાં તેના પિતાએ હળવદ પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ માથુકિયાની સૂચનાથી પોલીસ કર્મીઓએ ચોટીલાના ખેરાળી ગામેથી વાડી વિસ્તારમાંથી અરવિંદભાઈ રમણભાઈ નાયકાને દબોચી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.