તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ પીજીવીસીએલનો છબરડો:વીજજોડાણ વગર જોગડના ખેડૂતને રૂ. 2750નું બિલ મળ્યું

હળવદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદમાં લાઈટ વગર બિલ પધરાવી દેવાનો કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. જેમાં જોગડના ખેડૂતને 6 મહિના પહેલાં ખોડની સીમમાં વાડીનું વીજપોલ સાથે ટ્રાન્સફોર્મર અને મીટર લગાવી દીધાં છે અને વીજ માટે ખેડૂતે કેટલાય પીજીવીસીએલ કચેરીના ઘક્કા ખાધા. પરંતુ વીજળીના કનેક્શન વગર જ રૂ. 2750 રૂપિયાનુ વીજ બિલ મળ્યું. હાલ વરસાદ ખેચાતા ખેડૂતને વીજળીની જરૂરિયાત હોય અને મહામુલો પાક કપાસ સૂકાઈ રહ્યો છે ત્યારે વીજળીના બદલે વીજ બિલ મળતા ખેડૂતે રોષ ઠાલવ્યો હતો.

હળવદના જોગડ ગામના અંબારામભાઈ મગનભાઈ દલવાડીએ પોતાની ખોડ ગામની સીમમાં આવેલી વાડી માટે ખેતીવીજ કનેકશન માગ્યું હતું. જે 6 માસના ધક્કાના ફળસ્વરૂપે કચેરીએ વીજ બિલ પધરાવી દેતાં ખેડૂતે રોષ ઠાલવ્યો હતો. અને જણાવ્યું હતું કે કચેરીમાં અવારનવાર વીજળી માટે ધક્કા ખાઈને માંડ માંડ ટ્રાન્સફોર્મર અને મીટર લગાવી ગયાં હતાં. અને હાલ વરસાદ ખેચાતા કપાસનો પાક સૂકાઈ રહ્યો છે પાણીની જરૂરિયાત છે. પરંતુ કચેરીમાં જઇને રજૂઆત કરતાં જણાવ્યું કે બિલ ભરો એટલે કામ થઈ જશે. પરંતુ વીજ કનેક્શન વગર બિલ શેનું ? તો પણ ખેડૂતે વીજ કનેક્શન વગર રૂ. 2750નું બિલ ભરવા છતાં પણ વીજળી ન મળતાં ફરી ખેડૂત રજૂઆત કરવા આવ્યાં હતાં. ત્યારે વારંવાર ખેડૂત ખેતી કરે કે હળવદ કચેરીમાં રજૂઆત કરવા જાય. આમ થોડા દિવસ પહેલા વેગડવાવામાં પણ વીજ કનેક્શન વગર બિલ આવી જતાં તંત્ર રાતોરાત હરકતમાં આવી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે જોગડના અંબારામભાઈ દલવાડીએ જોગડમાં 2016માં થાંભલા બદલવા માટે અરજી કરી છે અને ત્યારબાદ 5 વર્ષથી 5 અરજી કરવા છતાં પણ થાંભલા બદલવા આવતા નથી. ત્યારે ઊભા ઊભા બિલ ઉઘરાણી કરતી પીજીવીસીએલ દ્વારા કામ નહીં કરીને ખેડૂતોને હેરાન પરેશાન કરતી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...