તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વેગડવાવમાં ગૌચર જમીનનું દબાણ દુર કરાવો

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સીમની જમીનમાં ઇસનપુરના લોકોએ દબાણ કર્યુ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

હળવદના વેગડવાવની સીમમાં આવેલી જમીન વેગડવાવ ગ્રામ પંચાયત, મામલતદાર કચેરીમાં સરકારી ગૌચર જમીન બોલાય છે. છતાં ઇસનપુરના ચાર શખ્સોએ ગોચર જમીન કબજે કરીને લાખો રૂપિયાની જમીન હડપ કરી છે. તે મામલે ગામલોકો મુખ્યમંત્રી અને કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને જમીન ખાલી કરાવવાની માંગ કરી હતી.

વેગડવાવની સીમમાં આવેલી સરકારી ખાતા નંબર 262 ચાલતી સર્વે નંબર 258વાળી જમીન ગૌચર જમીન તરીકે ઓળખાય છે. આ જમીનનો કબજો હળવદ તાલુકાના ઈસનપુર ગામના 4 શખ્સોએ પચાવી પાડીને વાવેતર કરે છે. ત્યારે આ મામલે ગામલોકોએ અનેકવાર રજૂઆત કરવા છતા ગોચર જમીન ખાલી કરી ન હતી. અંતે ‌ગામલોકોએ કંટાળીને ગામના રણછોડભાઈ દેવરાજ સોલંકી, કરસનભાઈ રતિલાલ ભાઈ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી, મોરબી જિલ્લા કલેકટર અને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વેગડવાવ ગ્રામ પંચાયતની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની જમીન હાલ ઈસનપુર ગામના ચાર શખ્સોએ પચાવી પાડી અને હાલ વાવેતર કરી રહ્યા છે.

અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે આ ગૌચર જમીન ઝડપથી ખાલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગ અપનાવવાની ગામલોકોએ તંત્રને ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો