તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મકાનમાં વીજળી ત્રાટકતાં કઠોળો અને પતરા તૂટ્યા પરિવારનો આબાદ બચાવ

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હળવદના ધનશ્યામ ગઢ ગામની ઘટના

હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકતા ઉપરના માળનો કઠોળો તેમજ પતરા તૂટી ગયા હતા તેમજ આજુબાજુના 8 જેટલા મકાનો વીજ ઉપકરણો બળી ગયા હતા. સદનસિબે જાનહાની થઇ નહોતી. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે રાત્રે કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે વીજળી ચમકારા થઇ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા લાભુભાઈ ગોકુળભાઈ પટેલ ના બીજા માળે વીજળી ત્રાટકતા બીજા માળે મકાન ની ટાઇલ્સ પર વીજળી અથડાતા ત્યારબાદ મકાનો ના કઠોળા પર ત્રાટકતા કઠોડોતૂટી ગયો હતો અને ફળિયામાં પતરા પણ તૂટી ગયા હતા.આમ વીજળી ત્રાટકવાથી ઘરનો વીજ ઉપકરણો બળી ગયા હતા. તેમજ આજુબાજુના 8 મકાનોના વીજ ઉપકરણો બળી ગયા હતા.સદનસીબે જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...