ઇનામ વિતરણ સમારોહ:સૂર્યનગરમાં સતવારા સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ-સિદ્ધનાથ યુવા ગ્રુપ સૂર્યનગર આયોજિત સતવારા સમાજનો સૌપ્રથમ ઇનામ વિતરણ યોજાઈ ગયો હતો. જેની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ગામના વડીલો, સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ આવેલા મહેમાનનોનું ગામની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી અને કમિટી મેમ્બરના હસ્તે હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા તમામ બાળકોને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા.

ગત વર્ષે ધોરણ 5 થી ડિગ્રી સુધીમાં જેઓએ સારા માર્ક્સ મેળવ્યા હતા એવા ટોપ થ્રી બાળકોને શિલ્ડ,પ્રમાણપત્ર,શૈક્ષણિક કિટ,બેગ,પેડ,ફુલસ્કેપ,પેન,કેલ્ક્યુલેટર વગેરે આપી દાતાઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ગામના દીકરા,દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક ગીતો અને મોટિવેશન સ્પીચો રજૂ થઈ હતી. સૂર્યનગર ગામના 12 જેટલા ક્લાસ થ્રી અને ક્લાસ ટૂ સરકારી કર્મચારીને સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા. ગામના 8 ગ્રામજનોને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ અને સેવાઓ કરનારને સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...