તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હળવદ અને ગામડાઓમાં ગૌવંશ પર થતા હુમલા અટકાવો : આપ

હળવદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનેગારને ઝડપથી પકડીને આકરી સજા કરવાની માંગ
  • ગૌવંશ પર થતા હુમલા મામલે મામલતદારને આવેદન

હળવદ શહેર અને આસપાસના ગામોમાં ગૌવંશ પર હુમલા થવાના બનાવ ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે હળવદ આમ આદમી પાર્ટી દ્વારા હળવદ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપીને ગૌવંશ પર હુમલો અને એસિડ ફેંકનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

હળવદ શહેર અને આસપાસના ગામોમાં પર હુમલા અને એસિડ ફેંકવાના બનાવો થોડા સમય પહેલા બન્યા હતા. ત્યારે હજુ સુધી પોલીસ દ્વારા તેમજ તંત્ર દ્વારા હુમલા કરનાર પકડવાની તજવીજ હાથ ધરી ન હોવાથી તેમજ ગૌવંશ પર હુમલાના બનાવો બની રહ્યા છે.

આવા બનાવો રોકવા માટે થઈને હળવદ આમ આદમી પાર્ટી દ્વારા હળવદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં જણાવ્યા પ્રમાણે ગૌવંશ ઉપર થતા એસિડ એટેક કે જીવલેણ હુમલા જે થાય છે. આવુ કૃત્યુ કરનાર ગુનેગારને ઝડપથી પકડીને આકરામાં આકરી સજા કરવાની માંગ કરી હતી.

આ પ્રસંગે આમ આદમી પાર્ટી હળવદ મહામંત્રી વિપુલભાઈ રબારી, યુવા તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરો, તાલુકા યુવા મંત્રી રાજેશભાઈ રબારી, સોશિયલ મીડિયા પ્રમુખ ચંદુભાઈ મોરી, સતિષભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ, હર્ષભાઈ પંચોલી સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...