રજૂઆત:અગરિયાઓનાં બાળકોના વાવાઝોડાના નુકસાનના વળતર માટે CMને પોસ્ટકાર્ડ

હળવદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં આવેલ તાઉતે વાવઝોડામાં કચ્છના નાનારણમાં પણ નુકસાની થઇ હતી. જેમાં ટીકર પંથકના મીઠું પકવતા અગરિયાઓના મીઠાના પાટાનું ધોવાણ, સોલર સિસ્ટમને નુકસન થયું હતું. આથી અગરિયાના બાળકોએ મુખ્યમંત્રીને વળતર માટે પોસ્ટ કાર્ડ લખીને વળતરની માંગ કરી હતી.

રાજ્ય સરકારે વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કેન્દ્ર પાસે માંગેલી સહાયના એજન્ડામાં અગરિયાઓને બાકાત રખાતા રોષ ફેલાયો હતો.આથી ટીકર પંથકના અગરિયા પરિવારોએ પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં 300થી વધુ પરિવારોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યા છે.

જેમાં અગરિયાઓને થયેલા નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ આપે તેવી રજૂઆત સાથે માંગ કરી છે. હાલ માનગઢ, અજિતગઢ સહિતના ગામોના અગરીયાઓ આ પોસ્ટકાર્ડ ઝુંબેશમાં જોડાયા છે. જ્યારે ગામોગામથી આ અભિયાનમાં અગરિયાઓને જોડી પોસ્ટ કાર્ડ લખવા જણાવાશે.

અન્ય સમાચારો પણ છે...