તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હળવદમાં વિદ્યાર્થીનીને હેરાન કરતાં શિક્ષક વિરુદ્ધમાં અરજી

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષક ઘરે ટ્યૂશન લેવા માટે જતો હતો

ઘનશ્યાપુરનો વતની અને સક્સેસ ટ્યુશન ક્લાસીસ ચલાવતો શિક્ષક દોઢ વર્ષ પહેલા વિદ્યાર્થિનીના ઘરે ટ્યુશન લેવા જતો હતો.ત્યારબાદ મોબાઈલમાં મેસેજ કરીને વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરતો હતો. આથી વિદ્યાર્થિનીના પિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે શિક્ષકની સામે અટકાયતી પગલાં લઈને કાર્યવાહી કરી હતી. જો કે, આ ઘટનામાં બંને પક્ષોએ અંતે સમાધાન કર્યું હતું તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

હળવદના ઘનશ્યામપુરનો હનીફભાઈ મુલતાની સક્સેસ ટ્યુશન કલાસીસમાં ધો. 11 અને 12નો અભ્યાસ કરાવતો હતો. ત્યારે દોઢ વર્ષ પહેલા હનીફભાઈ મુલતાની હળવદની એક સોસાયટી‌મા રહેતી વિદ્યાર્થિનીના ઘરે ટ્યુશન લેવા જતો હતો. ત્યારબાદ ‌મોબાઈલમાં મેસેજ કરીને તેમજ સવાર સાંજ વોકિંગ કરવા આવતો તે સમયે સોસાયટીમાં વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરતો હતો. જેની જાણ વિદ્યાર્થિનીના પિતાએ થતાં ‌મામલો હળવદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

વિદ્યાર્થિનીના પિતાએ ‌પોલીસને આ બાબતે તા. 27 માર્ચને શનિવારે અરજી કરેલી હતી. ત્યારે પોલીસે શિક્ષક હનીફભાઈ મુલતાની સામે અટકાયતી પગલાં લીધા હતા. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ.દેકાવાડીયાએ જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો