તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાગીના ધોવાના બહાને ચોરી કરનારને લોકોએ પકડી પાડ્યો

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદના રણમલપુર ગામની ઘટના

હળવદ તાલુકાના રણમલપુર ગામે 2 બિહારી શખસે સોના દાગીના સાફ કરીને ચોખા ચણાક કરી આપવાના બહાને સોનાની ચોરી કરતા હતા. જેમાંના 2 શખસમાંથી 1ને ગામ લોકોએ રંગેહાથે ઝડપીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકાના રણમપુર ગામે બન્યો હતો. 2 શખસ દ્વારા રણમલપુર ગામના અમૃતભાઈ ઝલાભાઈ પટેલ ના ઘરે જઈને બે બિહારી શખસોએ તમારા તાંબાના વાસણ ધોઈ કહીને ઘર આવી પહોંચીયા હતા. ત્યારે મહિલાએ સામાના પિત્તળના વાસણો આપીને બિહારી યુવાનને કેમિકલ દવા લગાવી ને વાસણા ચોખ્ખા ચણાક કરી દીધા ત્યારે મહિલાઓને ભરોસો આવી જતા સોનાનો ચાંદીના દાગીના ચોખ્ખા ચણાક કરી આપવાનું કહેતા મહિલાઓ વિશ્વાસમાં આવી ગયા હતા.

આથી 2 બિહારી યુવાન 2 તોલાનો સોનાના ને જય પર કેમિકલ અને પાણી દવા લગાવી સોના નો ચેન એક તોલા કરીને સોનુ ઉતારી લેવાનો પ્રયાસ કર્યો હતો. આથી ગામ લોકો ઓ દોડી આવી ને એમાંથી એક શખ્સને ગામ લોકોએ ઝડપી પાડયો હતો એક શખસ નાસી છુટ્યો હતો.

આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડીને ગામ લોકોની મદદથી બિહારી યુવાનને ઝડપી અને પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...