તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ડોક્ટર ટાઈમસર ન આવતા દર્દીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના મયુરનગર પીએચસીમાં ડોકટર ટાઈમસર ન આવતા દર્દીઓને રાહ જોવી પડે છે. - Divya Bhaskar
હળવદ તાલુકાના મયુરનગર પીએચસીમાં ડોકટર ટાઈમસર ન આવતા દર્દીઓને રાહ જોવી પડે છે.

હળવદના મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર અવારનવાર ટાઈમ કરતા મોડો આવતા હોવાની ગ્રામજનોએ મૌખિક રજૂઆત કરી છે. પરંતુ પોતાની ભૂલ સ્વીકાર કરવાની બદલે તબીબ લાજવાના બદલે ગાજતા રાયસંગપુર અને મયુરનગરના દર્દીઓ કલાકો સુધી રાહ જોવી પડી હતી. ડોક્ટર ‌મોડો આવતા દર્દીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

હળવદના વિવિધ વિભાગોમાં સરકારી કર્મચારીઓ ‌બાબુઓ અવારનવાર અનિયમિત હોવાની ફરિયાદ અરજદાર કરતાં હોય છે. જેમાં હળવદના મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ કિરણબેન શામળા અવારનવાર ગેરહાજર રહેતા હોવાની મયુરનગર ઉપસરપંચ વિષ્ણુભાઈ કણઝરિયાને દર્દીઓએ રજૂઆત કરી હતી. મયુરનગર ખાતે રાયસંગપુર, ચાડધ્રા, ધનાળા, ધુળકોટ, સુસવાવ, સહિતના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ મહિલા તબીબ પોતાની મનમાની ચલાવી સપ્તાહમાં એક કે બે દિવસ પોતાની ફરજ બજાવે છે. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહિલા તબીબ અવારનવાર ગેરહાજર રહેવાની ફરિયાદો મળી છે. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ટેલીફોનિક રજૂઆત કરી કરી છે. તેમજ મહિલા તબીબની જગ્યાએ અન્ય તબીબને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ભાવીન ભટ્ટીએ કહ્યું કે મહિલા તબીબ અનિયમિત હોવાની ફરીયાદ મળી છે.

અન્ય સમાચારો પણ છે...