તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:હળવદ‌ના સરા રોડ પર વાહનો પાર્ક થતાં રાહદારીઓમાં રોષ, અમુક વેપારીઓ જાણીજોઇને વાહનો મૂકતા હોવાની રાવ

હળવદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદના સરા રોડ પાસે આવેલી તલાવડી પાસે નગરપાલિકાના કોમ્પલેક્ષની પાછળ વેપારીઓ આડેધડ પોતાના વાહનો, કાર પાર્કિંગ કરતા હોઇ રાહદારીઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી હળવદ વાસીઓની માંગ ઉઠવા પામી છે. હળવદના સરા રોડ અને પાછળના શક્તિ ટોકીઝ રોડ પર ચોક દ્વારા વિસ્તાર નગર રોડ પર બંને રોડ પર આમ તો ટ્રાફિક પ્રશ્ન સતાવી રહ્યો છે કે વેપારીઓ પોતાના માલસામાન દુકાનની બહાર ગોઠવી ને ટ્રાફિક પ્રશ્ન સતાવી રહ્યા છે.

અને ભારે વાહનો પણ આવતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે‌ સરા રોડ પર આવેલી તલાવડી પાસે નગરપાલિકાના આંબેડકર કોમ્પલેક્ષ પાસે આડેધડ વેપારીઓ દ્વારા પોતાની કાર, ગાડી, વાહનોનું પાર્કિંગ કરી દેતાં રાહદારીઓને અવર-જવરમાં તેમજ વૃદ્ધોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે, ત્યારે તંત્ર યોગ્ય, સત્વરે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...