રોષ:પાલિકાના સીઓએ નોકરીમાંથી છૂટા કરવાનો પત્ર આપતા ઉપવાસીઓમાં રોષ

હળવદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના સીઓએ નોકરી ઉપર છુટા કરવા લેખિતમાં પત્ર આપતા ઉપવાસીઓમાં રોષ ફેલાયો હતો અને ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યુ હતુ. - Divya Bhaskar
પાલિકાના સીઓએ નોકરી ઉપર છુટા કરવા લેખિતમાં પત્ર આપતા ઉપવાસીઓમાં રોષ ફેલાયો હતો અને ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યુ હતુ.
  • લેખિત પત્ર આપવા છતાં સફાઈ કામદારો લડી લેવાના મૂડમાં
  • હળવદ નગરપાલિકાના સફાઈ કામદારોને પ્રતીક ઉપવાસના બીજા દિવસે

હળવદમાં ઉપવાસના શુક્રવારે એટલે કે બીજા દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપવાસીઓને લેખિતમાં પત્ર લખીને જણાવ્યું હતું કે તમો આ પ્રતિક ઉપવાસ બંધ કરી અને હળવદ શહેરમાં સફાઇ કામગીરીમાં જોડાઈ જાવ નહીતર છુટા કરવા દેવાની ફરજ પડશે. આ પત્ર લઈને ઉપવાસી વાલ્મિકી સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.

હળવદ નગરપાલિકા દ્વારા 7 વ્યક્તિઓને સફાઈ કામગીરીની જગ્યાએ અન્ય ટેબલ વર્ક કરાવતા હળવદના વાલ્મિકી સમાજના રોજમદાર સફાઇ કામદારોએ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યુ હતુ. તેમ છતા પ્રશ્ન હલ ન થતાં બે દિવસથી પ્રતિક ઉપવાસ નગરપાલિકા સામે બેસી ગયા હતા. અને સફાઈ કામગીરી ક નહી કરવાનો નિર્ણય લીધો હતો.

ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રતિક ઉપવાસ પર બેસેલા ઉપવાસીઓને લેખિતમાં પત્ર લખીને જણાવ્યું હતું કે તમો પ્રતિક ઉપવાસ સમટાવી શહેરમાં રોગચાળો ન ફેલાય માટે સફાઈ કામગીરીમાં જોડાઈ જાવ. સફાઈ કામદારોએ પ્રતિક ઉપવાસ ચાલુ રાખ્યું હતુ.

નગરપાલિકાના ચીફ ઓફિસરના પત્રથી હળવદ વાલ્મિકી સમાજના ઉપવાસી સફાઈ કામદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. ઉપવાસીઓએ જણાવ્યું કે જ્યાં સુધી અમારી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી અમો અમારો ઉપવાસ ચાલુ રાખીશુ. આમ ઉપવાસીઓ નગરપાલિકા સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...