તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:હળવદમાં વળતર વિના જ ખેતરમાં વીજપોલ ઊભા કરાતા ખેડૂતોમાં રોષ

હળવદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મવિલોપનની ચીમકી દેનાર 5ની અટકાયત કરાઇ

હળવદ પંથકમાં વીજલાઇન મામલે લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે બુધવારે પંસારી વિસ્તારમાં ખેડૂતોને વળતર ચૂકવવાની કોઈ સ્પષ્ટતા વગર ઊભા કરાયેલા વીજપોલમાં વીજવાયર જોડાવવા મામલે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયુ. પોલીસે પાંચ ખેડૂતની અટકાયત કરેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

હળવદના પંસારી વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોને વળતર અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વગર જ મસમોટા વીજપોલ ઊભા કરી હેવી વીજભાર વહન કરતી વીજલાઇન નાખવા પોલીસ પ્રોટેક્શન સાથે જેટકોની ટીમ પહોંચી હતી. ખેડૂતો અને વીજ કંપનીના અધીકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. બીજી તરફ દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાંથી વીજલાઇન પસાર કરવાના વિરોધમાં બે ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હોવાથી વિવાદ સમયે પોલીસે આત્મવિલોપનની ચીમકી આપનાર પાંચ ખેડૂતની અટકાયત કરી લેતા જેટકો કંપનીના અધિકારીઓ ખેડૂતોને દબાવતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતોના પરિવારજનો અને બાળકોએ રોકકડ કરી મુક્ત મામલો તંગ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...