ક્રાઇમ:દેવળિયા ચોકડી પાસે દારૂ સાથે એક ઝબ્બે, ત્રણ ફરાર

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ દેવળીયા ચોકડી નજીક પસાર થતા યુવાનને રોકી તલાશી લેતા ૨૪ નંગ દારૂની બોટલ ઝડપી મળી આવી હતી. પોલીસે દારૂ,ફોન સહિત કુલ રૂ.14600નો મુદામાલ કબજે કર્યા હતો. હળવદ પંથકમાં દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી‌ પી.આઈ. દેકાવાડીયા, પી.એસ.આઈ. પનારાને મળતા વોચમાં હતી ત્યારે દેવળીયા ચોકડી નજીક પસાર થતાં આત્મારામ ઉર્ફે ઉત્તમ છગનરામ પુરોહીત બ્રાહ્મણ (ઉ.વ.26) રહે હાલ દેવળીયા મુળ રાજસ્થાન વાળાની પોલીસે 24 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા અને તેની પાસેથી 9600નો દારૂ તેમજ 5000નો મોબાઈલ ફોન એમ કુલ મળીને 14600નો મુદામાલ કબજે લીધો હતો અને તેની ધરપકડ કરી છે.તેની પાસેથી બીજા ત્રણ શખ્સના નામ ખુલ્યા છે, જેમા વિજયભાઇ જયંતિભાઇ અઘારા (રહે, દેવળિયા), આસીફ ઉર્ફે અશોક ઉર્ફે બાડો ઇકબાલભાઇ મુલતાની (રહે દેવળિયા) અને હરદેવસિંહ ચનુભા પરમાર (રહે દેવળિયા) સહિત ૩ શખ્સ સામે‌ ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...