અકસ્માત:હળવદના ઘનશ્યામપુર-ભલગામડા વચ્ચે બે બાઇક અથડાતા એકનું મોત

હળવદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકસવારો ચોટીલા અને રામપરાના વતની, બેને ઇજા

હળવદ તાલુકાના ભલગામડા- ઘનશ્યામપુર ગામ વચ્ચે બે બાઈક અથડાતા એક બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોને ઇજા થવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હળવદના સરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડા ગામ વચ્ચે બે બાઇક અથડાતા ત્યાંથી પસાર થતા હળવદના સેવાભાવી બી.કે આહીરએ ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા મૃતક અને ઘાયલોના પરીજનો સિવિલ હોસ્પિલ ખાતે દોડી ગયા હતા. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બાઇક સવાર મોહનભાઇ માવજીભાઈ ઝાલા, રહે. રામપરા, ઉ.૨૫ અને ઇજાગ્રસ્ત કેતનભાઇ ગગજીભાઈ જાદવ, રહે.ચોટીલા અને પીન્ટુ ભાઈ ભુપતભાઇ ઝાલા, રહે. રામપરાના હોવાનું જાણવા મળ્યું હતું. ડો. અશ્વિન આદ્દ્રોજાના માર્ગદર્શન હેઠળ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ અને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહને પાસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગંભીર બનાવ દરિમયાન 108ની ટીમે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે મૃતક અને ઘાયલોને સારવાર માટે 108 મારફત હળવદની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ઇ.એમ.ટી અને પાયલોટે મૃતક અને ઇજાગ્રતોના બે મોબાઈલ અને રૂ. 25,700 ની રોકડ રકમ તેઓના પરિવારજનોને પરત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...