કાર્યવાહી:હળવદમાં ઓડ-ઇવન પ્રદ્ધતિનો વિરોધ, વેપારીઓ દુકાન ચાલુ રાખતાં તંત્રે રૂ.200નો દંડ ફટકાર્યો

હળવદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ પાલિકા દ્વારા ચાર દિવસ પહેલા બજારોમાં ઓડ,ઈવન પદ્ધતિને નિયમનું પાલન કરવા માટે દુકાન પર એક- બે નંબરના સ્ટીકર લગાવી દુકાન ચાલુ રાખવા દુકાનદારોને અનુરોધ કરાયો હતો. પરંતુ દુકાનદારોએ તમામ દુકાનો ચાલુ રાખતા મોરબી પ્રાંત અધિકારી ગંગા સિંઘ, હળવદ મામલતદાર વી.કે.સોલંકી, નાયબ મામલતદાર ભલજીભાઈ કણઝરીયા, હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ  પી .જી પનારા સહિતના અધિકાીઓનો કાફલો સરા રોડ,  શક્તિ  મેઈન રોડ પર દુકાનોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જેમાં 2 કિલોમિટરના અંતરમાં 14 દુકાનદારોને 200 રૂપિયા લેખે દંડ ફટકરાતા  વેપારીઓમાં રોષે ભરાયા હતા. ત્યારબાદ હળવદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ધ્રાગધ્રા દરવાજા અંદર મેઈનબજાર  દુકાનો ચાલુ હતી ૨ નંબરની જે  તે  વેપારી ને  ૨૦૦  દંડ ની  પહોંચે આપતા  વેપારીઓ  અને  પાલિકાના કર્મચારીઓ  વચ્ચે  બોલાચાલી  થતા મામલે   મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તમામ વેપારીઓએ દુકાન બંધ રાખી મેઈન બજાર રોડ થી  લઇને શકીત ટોકીઝ  રોડ  બસસ્ટેશન રોડ  સહિતના રસ્તાઓ પર વેપારીઓ આશરે ૪૦૦  જેટલા વેપારીના ટોળા રોડ ઉપર ઉતરી જતા ઇન વનપદ્ધતિ નહીં ચલેગી નહીં ચલેગી સૂત્રોચાર સાથે રોષે ભરાયેલા વેપારી  ટોળૂ હળવદ નગરપાલિકાએ રજૂઆત કરવા ધસી ગયું હતું  વેપારીઓએ જણાવ્યું કે,મોટા ભાગના મધ્યમ વર્ગના  વેપારીઓ  દુકાનો  ભાડે  હોય  અને  માણસોના  પગાર  હાલ  સરકારે  8 કલાકની દુકાન ચાલુ રાખવા  નો નિણૅય  યોગ્ય છે . ત્યારે ઓડ ઇવન પદ્ધતિને શખ્ત શબ્દોમા વખોડી  છીએ આવતી કાલે દુકાન ચાલુ રહેેશે.

અન્ય સમાચારો પણ છે...